trending

સૌરાષ્ટ્રમાં સચરાચરઃ વાંકાનેર-વડિયા 10 ઈંચ, જામકંડોરણા 9, જ…

સૌરાષ્ટ્રમાં સચરાચરઃ વાંકાનેર-વડિયા 10 ઈંચ, જામકંડોરણા 9, જ…

Here's what's trending across India right now:

00:00 00:26 Summarized by AI; it may make mistakes. Check important info

Adding to this, રાજકોટ: છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને ભાવનગર,અમરેલી સહિત કાંઠાળ વિસ્તારોમાં જ ધોધમાર વરસાદ રહ્યો છે અને પાંચ જિલ્લાઓમાં વરસાદમાં મોટી ખાધ રહી છે ત્યારે આજે રાજકોટ,અમરેલી જિલ્લા સાથે મોરબી, જામનગર જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. સૌરાષ્ટ્રમાં મોરબી,જામનગર જિ.માં મોસમમાં પ્રથમવાર ભારે વરસાદથી લોકોમાં અને ખેડૂતોમાં ખુશીની લહર દોડી ગઈ છે. ગત રાત્રિના ૧૨ વાગ્યાથી આજે રાત્રિના ૮ વાગ્યા સુધીના ૨૦ કલાકમાં વાંકાનેર અને વડિયામાં ૧૦ ઈંચ, જામકંડોરણામાં ૯ ઈંચ તથા જેતપુર, બગસરા, મોરબી તાલુકામાં ૭ ઈંચ, ગોંડલ, માળિયામિયાણા, વીરપુરમાં ૬ ઈંચ સાથે ૩૦થી વધુ તાલુકાઓમાં ૨ ઈંચથી ૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યની પડોશે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર લો પ્રેસર તેમજ ભારે વરસાદ લાવતું મોન્સૂન ટ્રફ, ગુજરાતથી કર્ણાટકના કાંઠા સુધી ઓફશોર ટ્રફ સહિત સીસ્ટમ સક્રિય થતા અને ગત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને ગઈકાલે ઉત્તર ગુજરાત ઉપર રહેલી ભારે વરસાદની સીસ્ટમ આંશિક રીતે સૌરાષ્ટ્ર તરફ પણ ખસતા આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું હતું. છ જિલ્લાઓમાં નોંધપાત્ર મેઘવર્ષાથી ખેતીવાડીનું ચિત્ર સુધર્યું છે અને હરખની હેલી જોવા મળી છે. જો કે હજુ કચ્છ,પોરબંદર,દ્વારકા જિ.માં વરસાદની વાટ જોવાય છે. વરસાદના પગલે ઠેરઠેર જળબંબાકારના દ્રશ્યો સાથે માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લાંબા સમય બાદ જળાશયોમાં નવા નીરની આવક શરુ થઈ છે. જેમાં (૧) વાંકાનેરમાં મુશળ��ાર વરસાદથી ગઈકાલ સુધી કોરીકટ રહેલી મચ્છુ નદીમાં ધસમસતા પાણી વહેતા થયા હતા, વાંકાનેરમાં અનેક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતા, હાઈે જકાતનાકા ખાતે અને રેલવે બ્રિજ ખાતેનો રસ્તો બંધ થયો હતો. (૨) અમરેલી પકમાં આજે પણ ૧૦ ઈંચસુધી અતિ ભારે વરસાદથ શેત્રુંજી, નાવલી,ગાગડિયા, સૂરવો નદીમાં ઘોડાપૂર આવ્યા છે, નાવલી નદીમાં આખલો તણાયો હતો જ્યારે જુના સાવરમાં છકડોરિક્ષા તણાયા ત્રણ વ્યક્તિઓના રેસ્ક્યુ કરાયા છે. કુંકાવાવનો સોનલડેમ છલકાયો છે. બાબાપુર ગામ સંપર્કવિહોણું થયું હતું, પાણીયાગામ પાસે સ્ટેટ હાઈવે તથા ભંડારીયા-વડેરા માર્ગ, તથા નદીના પૂર ફરી વળતા ખારી,ખીજડીયાથી અમરેલીનો માર્ગ પણ બંધ થયો હતો. લીલીયામાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા. ઠેરઠેર જળબંબાકાર જોવા મળ્યો હતો. (૩) જામનગર જિલ્લામાં લોકોની આતુરતાનો આજે અંત આવ્યો હયો અને જિલ્લામાં એકથી ચાર ઈંચ વરસાદથી લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો છે. (૪) રાજકોટ શહેરમાં ગત રાત્રિના અઢી ઈંચ બાદ આજે દોઢ ઈંચ સાથે ચાર ઈંચ વરસાદથી માર્ગો પર પાણી ભરાયા હતા, શહેરના લાલપરી તળાવ છલોછલ ભરાતા નીચાણવાળા વિસ્તારોને ચેતવણી અપાઈ છે. તો રાજકોટ, જેતપુર,વીરપુર, ખોડલધામ સહિત ૨૦ લાખ લોકોને પીવલાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડતા શેત્રુંજી પછી સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં ૩ ફૂટ નવા નીર આવતા સપાટી ૧૮ ફૂટે પહોંચી છે. (૫) ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં અર્ધોથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે, હજુ દ્વારકા જિ.માં વરસાદની મોટી ખાધ છે અને લોકો ભારે વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Source: Gujarat Samachar